-
સ્થાનિક સમાચાર
દેવભૂમિ દ્વારકા :ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે ! ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે ૧૬ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ૩૦ પેકેટમાં ૩૨ કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ માફીયાઓને પકડવાની તજવીજ ચાલુ છે. નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
Read More » -
ટોચના સમાચાર
PM મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું સુપરત કર્યું. તેઓ હવે રખેવાળ વડા પ્રધાન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને નવી સરકારની રચના માટે આમંત્રણ આપ્યું. તમામ NDA પક્ષો આજે જ પીએમ મોદીને સમર્થન પત્ર સોંપશે. તેઓ 8મી જૂને શપથ લે તેવી શક્યતા છે. તેઓ સતત ત્રીજી વખત પીએમ બનવાના નેહરુના રેકોર્ડની બરાબરી કરશે
Read More » -
સ્થાનિક સમાચાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ને આવેદનપત્ર અપાયું હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ દ્વારકા પી આઇ ને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગત તારીખ ૧/૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ હારીજ ખાતે ન્યૂઝ ચેનલ માં કામ કરતા વિનોદ ઠાકર દ્વારા મારામારી ની બનેલ ઘટનાની માહિતી હારીજ પોલીસ મથકે લેવા માટે ગયેલ ત્યારે હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી લાલાભાઇ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર ને અહીં પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતા ઇજાગ્રસ્ત વિનોદ ઠાકર ને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે ધારપુર દાખલ કરવામાં આવેલ ત્યારે તાત્કાલિક અસરથી ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બદલ માંગ સદર પત્રકાર વિનોદ ઠાકર ને ન્યાય મળે એવી અપેક્ષા આ ધટનાને સખ્ત શબ્દોમાં વખોડતા દેવભૂમિ જિલ્લા પત્રકાર સંગઠન
Read More » -
સ્થાનિક સમાચાર
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Read More » -
Uncategorized
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
Read More » -
Uncategorized
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
Read More » - સ્થાનિક સમાચાર
-
સ્થાનિક સમાચાર
*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી…* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*
Read More » -
સ્થાનિક સમાચાર
છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા
કામગીરી કરનાર ટીમ આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ, પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલીયા ASI અરજણભાઇ ચંદ્રાવાડીયા, અરજણભાઇ મારૂ વિપુલભાઇ ડાંગર…
Read More »