સ્થાનિક સમાચાર

*ગુજરાત ના દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો રૂ. 93 લાખ જેટલી કિંમતનો બિનવારસુ ચરસ કબજે*

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી દરિયા કિનારા ખાતે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે એક શંકાસ્પદ બે પેકેટ પડ્યા હોવાથી આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને આ પેકેટનો કબજો લીધો હતો. પોલીસ તપાસમાં આ પેકેટોમાં હાઈ ક્વોલિટીનો ચરસ હોવાનું જાહેર થયું છે. જેનું વજન 1 કિલો 866 ગ્રામ હોવાનું ખુલવા પામ્યું છે. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. આર.જી. વસાવાએ જાતે ફરિયાદી બનીને કોઈ અજાણ્યા શખ્સોએ પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી અને કોઈ પણ કારણોસર દરિયામાં અથવા દરિયાકાંઠે છોડી દીધો હતો. આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 93 લાખ 30 હજારની ગણવામાં આવી છે. જે આરોપી શખ્સોએ પોલીસના હાથે પકડાઈ જવાની બીકથી છોડી દીધી હતો.! આ સમગ્ર પ્રકરણ અંગે બેટ દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.એસ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button