સ્થાનિક સમાચાર
છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા
મજકુર પાકા કામના કેદી નં.૪૮૬૯૩ - રમેશભાઇ ભીખુભાઇ કાગડીયા, જાતે-કોળી, ઉવ.૩૬, રહે. રાવલ તા.કલ્યાણપુર જિ.દેવભૂમિ દ્વારકા વાળાનાઓ વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩ ૨૦૦૯૮૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૩) મુજબના ગુનાના કામે દ્વારકા સેશન્સ કોર્ટએ તા.૨૦/૧૦/૨૦૨૨ ના રોજ ૨૦ વર્ષની સજાનો હુકમ કરેલ. જે હુકમથી પાકા કામના કેદી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતા. સજા દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.કિમી એપ્લી.નં.૯૧૮/૨૦૨૩ તા.૨૩/૦૧/૨૦૨૩ થી દિન-૧૫ ની પેરોલ રજા મંજુર કરાવી, તા.૪/૦૩/૨૦૨૩ ના રોજ પેરોલ રજા ઉપર જેલમુક્ત થયેલ, પેરોલ રજાનો સમય પુર્ણ ગત તા.૨૦/૦૩/૨૦૨૩ ના રોજ થયેલ, છતા મજકુર પાકા કામના કેદી જેલમાં હાજર થયેલ ન હતા. વર્કઆઉટ દરમ્યાન હ્યુમન સોર્સિશ થી વિશ્વાસુ બાતમીદારથી એ.એસ.આઈ. અરજણભાઈ એ. ચંદ્રાવાડિયા, અરજણભાઈ એન. મારૂ અને હેડ કોન્સ. ડાડુભાઇ જોગલનાઓને મળેલ આધારભુત બાતમી અન્વયે પાકા કામના પેરોલ ફરાર કેદી - નં.૪૮૬૯૩ - રમેશભાઇ ભીખુભાઇ કાગડીયા નાઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી, રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે
- કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ, પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલીયા ASI અરજણભાઇ ચંદ્રાવાડીયા, અરજણભાઇ મારૂ વિપુલભાઇ ડાંગર HC ડાડુભાઇ જોગલ, ગોવિંદભાઇ કરમુર, PC સચિનભાઈ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ નાઓ જોડાયા હતા.